પશ્ચિમ કચ્છના નખત્રાણામાં આજે મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નગરની બજારોમાં પાણીની નદીઓ વહી નીકળી છે. જેમાં કાર સહિતના વાહનો પણ તણાઈ ગયા હોવાનું સામે આવ્યુ છે. જામનગર જિલ્લામાં ચોમાસાના સૌ પ્રથમ વરસાદે એન્ટ્રી કરતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું જોવા મળ્યું છે.